તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
રાજ્યના 11 તાલુકામાં મેઘો મંડાયો : બપોર બાદ દ્વારકા, ,રાજકોટ, ભાવનગર, અમરેલી,અને જામનગરમાં વરસાદ
અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા

અમદાવાદ :રાજ્યના 11 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે. અહીંના જલાલપોર તાલુકામાં 13 મિમી અને નવસારી તાલુકામાં 12 મિમી વરસાદ નોંધાયો છે
ભાવનગરના જેસર તાલુકામાં 10 મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના માંગરોળમાં 7 મિમી, વલસાડના કપરાડામાં 3 મિમી, આણંદના ખંભાત અને તાપીના સોનગઢમાં 2-2 મિમી વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી નવસારીના મંકોડિયા, સ્ટેશન રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો.
સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
