News of Saturday, 15th June 2024
ગભાણા ગામથી કુંભેશ્વર દુધેશ્વર અને ભીમેશ્વરને જોડતા રસ્તાનું MLA ડો. દર્શનાબેન દેશમુખે ખાતમુહૂર્ત કર્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નાંદોદ વિધાનસભા વિસ્તારના ગભાણા ગામથી કુંભેશ્વર દુધેશ્વર અને ભીમેશ્વરને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડોકટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ધારાસભ્ય દેશમુખ સાથે તેમના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હંમેશા પ્રજાના પ્રશ્નો ને વાચા આપતા આવેલા ડૉ. દેશમુખ વિકાસના કામોમાં લીલી ઝંડી આપતા આવ્યા છે જેના કારણે તેમના મત વિસ્તારમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે. એક ધારાસભ્ય તરીકે જ નહિ બલ્કે આમ જનતાની જેમ પોતાની નજરે જોઈ ક્યાં ક્યા સેનો અભાવ છે અને કયા તાત્કાલિક કંઈ સેની જરૂર છે એ બાબત ધ્યાને લઇ ધારાસભ્ય ડૉ. દેશમુખ હંમેશા એક કદમ આગળ ચાલી લોકોની સુખાકારી માટે હંમેશા તત્પર રહ્યા છે અને હજુ પણ એક બાદ એક વિકાસના કામો કરતા જોવા મળ્યા છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
