<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ગભાણા ગામે મકાનના બીજા માળે સૂતેલ રાજસ્થાની વ્યક્તિ ઉપરથી નીચે પટકાતા મોત

નવા મકાનના બીજા માળે સુવા ગયા બાદ પેશાબ કરવા જતાં બીજા માળેથી નીચે પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામમાં રહેતા અને બીજા માળે સુવા ગયેલ વ્યક્તિ ઉપરથી નીચે પડતાં મોતને ભેટ્યા હતા
   મળતી માહિતી અનુસાર રામનિવાસ બનવરીલાલ કુમાવત(રહે,-ધરતી ટેનામેન્ટ સમર્પણ પાર્ક સોસાયટી પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર આજવા તા.જી વડોદરા મુળ રહે- કાકરીયા તા. ખેતડી જી.ઝુનઝુનુ( રાજસ્થાન) નાઓ એ એકતા નગર પોલીસ માં જાણ કર્યા મુજબ મુકેશકુમાર જગદીશપ્રસાદ ચેજારા ઉવ.આ ૩૫ નાઓ નવા મકાનના બીજા માળે સૂઈ ગયેલ તે દરમિયાન રાત્રી ના ઉઘ માં પેશાબ કરવા કરવા જતા બીજા માળેથી નીચે પડી જતા માથા ના પાછળ ના ભાગે ગંભીર ઇજા તથા શરીરે ઓછી- વત્તી ઇજા થતા સારવાર માટે દાખલ કરતા ડોકટરે તેમને મૃત જાહેર કરતા એકતા નગર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:55 PM IST)