<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

રાજપીપળા કરજણ કોલોની વિસ્તારમાં ઇજાગ્રસ્ત નંદી ને 1962 ટીમે જરૂરી સારવાર આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં 1962 હેલ્પલાઇનની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડોક્ટર એ પશુઓ કે જાનવર બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે જેના ઘણા કિસ્સા રાજપીપળા શહેરમાં જોવા મળ્યા છે ત્યારે એવો જ એક કિસ્સો આજે રાજપીપળા કરજણ કોલોની વિસ્તારમાં જોવા મળ્યો જેમાં એક ઇજાગ્રસ્ત નંદી નો કેસ આવેલ જેને સ્થળ પર જઈને ડોક્ટરે તપાસતા જોવા મળ્યું કે કેટલાય સમયથી નંદીનું શિંગડું તૂટેલું હતું તેની અંદર જીવડા પણ પડેલા હતા જેથી ડોક્ટર અદનાન જાડિયા અને પાયલોટ કમ ડ્રેસર ત્રિવેદી ધર્મેન્દ્રભાઈ દ્વારા તેને વ્યવસ્થિત ડ્રેસિંગ કરીને પાટો બાંધી યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

 

(10:57 PM IST)