<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

રામપુરા ગામના રણછોડજી મંદિરના પ્રાંગણમાં ધારાસભ્ય ડો.દેશમુખના હસ્તે વૃક્ષારોપણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા થી 15 કિમિ દૂર આવેલ રામપુરા ગામના પ્રસિધ્ધ રણછોડજી મંદિરના પ્રાંગણમાં ધારાસભ્ય ર્ડો  દર્શનાબેન દેશમુખના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
મળતી માહિતી મુજબ નર્મદા નદી જ્યાં ઉત્તરવાહિની રૂપે વહે છે તે રામપુરા ગામના પ્રસિદ્ધ દશાવતાર રણછોડજી મંદિરે અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં રાજપીપલાના ધારાસભ્ય ડો દર્શના દેશમુખ ના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો 

 આ પ્રસંગે ડો દર્શનાબેન એ જણાવ્યું હતું કે હાલ ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેકે વૃક્ષારોપણને મહત્વ આપવું જોઈએ જે પર્યાવરણ ની રક્ષા કરશે, રામપુર ગામ માં દર વર્ષે નર્મદા પરિક્રમા યોજાય છે ત્યારે જતન કરી ને વૃક્ષ ઉછેર કરીશું તો ભવિષ્ય માં આ વૃક્ષ વિશાળ બની પરિક્રમા વાસીઓ ને પણ ગરમી માં રાહત આપશે.


 

(10:58 PM IST)