તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
ગુજરાતમાં અકસ્માતોની વણજાર: ચાર અકસ્માત: 1 બાળક સહિત 5 લોકોના મોત
સૂત્રાપાડાના હરસાણા ગામ નજીક એક્ટિવા પર અકસ્માત સર્જાયો છ વર્ષના બાળકનું મોત , બનાસકાંઠાના ધાનેરામાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈના મોત નિપજ્યા, અકંલેશ્વવરથી ભરૂચ જવાના માર્ગ પર ભૂતમામાની ડેરી પાસે હાઇવા ટ્રક અને બાઇક સવાર વચ્ચે અકસ્માત,

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ જેટલી દુર્ઘટનાઓમાં છ વર્ષના એક માસુમ બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. સૂત્રાપાડાના હરસાણા ગામ નજીક એક્ટિવા પર પોતાના ત્રણ બાળકો સાથે દંપતિ સુત્રાપાડા થી માતાજીના મંદિર જઇ રહ્યુ હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો . જેમાં છ વર્ષના બાળકનું મોત નિપજ્યુ હતું.
તો બનાસકાંઠાના ધાનેરામાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈના મોત નિપજ્યા. સ્થાનિક તંત્રની ટીમે બન્ને ભાઇઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ તરફ સાબરકાંઠાના ઇડર-વલાસણ હાઇવે પર ટ્રક ચાલકને ઝોકુ આવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. આ ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકંલેશ્વવરથી ભરૂચ જવાના માર્ગ પર ભૂતમામાની ડેરી પાસે હાઇવા ટ્રક અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ..અજિત કુશવાહા નામનો યુવક દહેજ ખાતે આવેલી SRF કંપનીમાં નોકરી કરવા માટે અંકલેશ્વરથી દહેજ જવા માટે નીકળ્યો હતો તે સમયે આ ઘટના ઘટી હતી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
