<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

તા. ૧૭ થી ર૧ ચોમાસુ જામશેઃ સુરત, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાની મહેર થાય તેવી સંભાવનાઃહવામાન વિભાગ

19થી 21 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના

સુરતઃ  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 17થી 21 જૂન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 19થી 21 જૂન દરમિયાન

 સુરત, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાની મહેર જોવા મળી શકે છે 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે. 17 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થઇ શકે છે. 18 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ,  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ થઇ શકે છે.

19થી 21 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

(1:47 PM IST)