<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

અમદાવાદમાં સ્કૂલ વર્ધી વાન અને રીક્ષાચાલકો મંગળવારથી હડતાળ પાડશે.

અમદાવાદ સહિત રાજ્યભરના રીક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ

અમદાવાદમાં સ્કૂલ વર્ધી વાન અને રીક્ષાચાલકો મંગળવારથી હડતાળ પાડશે. અમદાવાદ સહિત રાજ્યભરના રીક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ છે.

  ટ્રાફિક અને RTO દ્વારા સ્કૂલ વર્ધી વાન અને રીક્ષા સામે ઝુંબેશ શરૂ થતાં પહેલા ઉચ્ચારાઇ છે ચિમકી. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, છેલ્લા એક વર્ષથી અવારનવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રાજકોટની ઘટના બાદ, તંત્ર જાગ્યું છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 15000 થી વધુ રિક્ષા અને વેન છે, જ્યારે માત્ર 800 લોકો પાસે જ તેની પરમીટ છે.


 

(4:40 PM IST)