News of Sunday, 16th June 2024
સુરતમાં રાત્રે સુતેલા એક બંધ ઘરમાં 4 લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર
ચારે બાજુથી બંધ ઘરમાં ગેસ ફેલાવાથી મોત થયા હોવાની સંભાવના

સુરતમાં રાત્રે સુતેલા એક બંધ ઘરમાં 4 લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઇ છે. રાત્રે જમીને પરિવાર સાથે સૂતેલા ચારેય વૃદ્ધ સવારે ના ઉઠતા પોલીસમાં જાણ કરાઈ હતી. જેથી પોલીસે તપાસ શરુ કરી હતી. પહેલા સામુહિક આપઘાતની થિયરી સામે આવી હતી, તેના બાદ ફૂડ પોઈઝનની વાત હતી. પરંતું હવે ગેસ ગુંગળામણ થઈ હોવાથી મોતનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે, મોરા ભાગળ ખાતે બનેલી ઘટનામાં હાલ પ્રાથમિક તપાસમાં ચારે બાજુથી બંધ ઘરમાં ગેસ ફેલાવાથી મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્બન મોનોક્સાઈડથી મૃત્યુ થતું હોય છે. ઘરના બાથરૂમમાં રહેલા ગેસ ગીઝરનો ઉપયોગ કલાકો સુધી કરતા મૃત્યુના બનાવો ઘણી વખતે સામે આવતા હોય છે. આ કિસ્સામાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ કાર્બન મોનોક્સાઈડથી થયા હોઈ શકે છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
