<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

નવસારીની સિવિલ હોસ્પિટલમાંથી યુવકે ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી :સદનસીબે યુવકનો જીવ બચી ગયો

યુવકની ત્રીજા માળેથી છલાંગ લગાવવાના કારણોની પોલીસ તપાસ કરશે.

નવસારીની સિવિલ હોસ્પિટલમાંથી યુવકે નીચે છલાંગ લગાવી. યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ઝંપલાવતા ઘાયલ થતા ફરી સારવાર લઈ રહ્યો છે. યુવકની ત્રીજા માળેથી છલાંગ લગાવવાના કારણોની પોલીસ તપાસ કરશે. ઘટનાની પ્રાપ્ત વિગત નવસારીની સિવિલ હોસ્પિટલમાં યુવક બીમારીની સારવાર કરાવા દાખલ થયો હતો. પરંતુ કોઈક કારણસર યુવકે હોસ્પિટલના જ ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી.

સદનસીબે યુવકનો જીવ બચી ગયો અને તેને કોઈ ગંભીર ઈજા નથી થઈ.

પ્રાથમિક તપાસમાં યુવક વિજલપોર વિસ્તારનો રહેવાસી હોવાનું જણાયું છે. હોસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવતા યુવક ઘાયલ થયો છે. અને તેને ફરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ યુવકના છલાંગ લગાવવાના કારણોની તપાસ કરી રહી છે

(9:31 PM IST)