તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
રાજપીપળામાં શાળા, ટ્યુશન ક્લાસમાં લાઇસન્સ વગર વાહનો લઈ જતા લબરમુછીયા પર લગામ જરૂરી
એક તરફ ટ્રાફિક અવરનેસ માટે પોલીસ વિભાગ અનેક કાર્યક્રમો કરે છે ત્યારે બીજી બાજુ લાઇસન્સની ઉંમર નહિ હોવા છતાં બાઇકો લઈ ફરતા બાળકોને કોણ અટકાવશે:પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં જોઈ ઇમેમો આપવામાં આવે છે તો શું તેમાં આ બાળકો નહિ દેખાતા હોય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા સહિત અનેક તાલુકા લેવલે સ્કૂલ કે ટ્યુશન ક્લાસ માં જતા બાળકો કે જેમની લાઇસન્સની ઉંમર ન હોવા છતાં બાઈક લઇ બિન્દાસ ફરતા નજરે પડે છે તો શું પોલીસ આ બાબતે અજાણ છે કે પછી આંખ આડા કાન કરાઈ છે
રાજપીપળામાં ઘણા ટ્યુશન ક્લાસ ચાલે છે સાથે સાથે અનેક સ્કૂલ હાઈસ્કૂલ પણ આવેલી હોય ત્યાં અભ્યાસ કરવા આવતા હતા નાની ઉંમરના બાળકો કે જેમની હજુ લાઇસન્સ ની ઉંમર થઈ નથી છતાં બાઈક લઇ બેફામ જતા આવતા જોવા મળે છે, અમુક તો એવા બાળકો છે કે તેમના પગ પણ જમીન ઉપર નથી પહોંચતા છતાં તેઓ બાઈક લઇ ફરે છે અને અમુક તો એટલા ફાસ્ટ જતા હોય કે સામા વાળા વાહન ચાલક કે રાહદારી જો અડફટ માં આવી જાય તો સામાવાળા ને અને પોતાને પણ ગંભીર ઈજાઓ થઈ શકે છે અને ક્યારેક જીવનું પણ જોખમ જણાઈ છે.
નર્મદા પોલીસે ઠેર ઠેર લગાવેલા કેમેરામાં જોઈ ઇ મેમો અપાઈ છે તો શું આ કેમેરામાં શાળા કે ટ્યુશનમાં જતા આ બાળકો દેખાતા નહિ હોય. આમ તો પોલીસ ટ્રાફિકના નિયમો માટે અનેક અવરનેસના કાર્યક્રમો કરે છે પરંતુ બીજી બાજુ આવા દ્રશ્યો જોવા મળે તો આ કાર્યક્રમો નો શું મતલબ રહેશે.જિલ્લા પોલીસ વડા આ બાબતે યોગ્ય પગલાં લેવડાવે અને એ પણ એક બે દિવસ નહિ બલ્કે અવાર નવાર અચાનક ચેકીંગ કરી દંડ ફટકારે તો વાલીઓ ને પણ ખબર પડે. જોકે આ મુદ્દામાં ફક્ત બાળકો કે પોલીસ જવાબદાર ના કહી શકાય કેમ કે વાહન આપનાર વાલીઓ પણ એટલાજ જવાબદાર છે તો વાલીઓ એ પણ જાગૃત થઈ આ માટે વિચાર કરવો જરૂરી છે.
ભૂતકાળમાં નર્મદા પોલીસે નિર્ભયા સ્કોડની.સ્થાપના કરી હતી જેમાં શાળા કોલેજ કે એસટી ડેપો જેવા જાહેર સ્થળો ઉપર રખડતા રોમિયોની શબક શીખવાડતા શાળા કોલેજમાં આવતી દીકરીઓ પોતાને સુરક્ષિત ગણતી હતી સાથે સાથે લબરમુછીયા બાળકો પણ બાઈક લઇ ફરતા ગભરાતા હતા પરંતુ હાલમાં નિર્ભયા સ્કોડ કાર્યરત નહીં હોવાથી આ બાબત ફરી સક્રિય થઈ છે માટે જિલ્લા પોલીસ વડા પુનઃ નિર્ભયા સ્કોડ કાર્યરત કરે તેવી લોક લાગણી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
