<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

રાજપીપળા એસટી ડેપો સામે વીજ કંપનીની લાઇનનો વાયર સળગતા લોકોના જીવ તાળવે ચોંટયા

પ્રીમોનસુંન કામગીરી કરી છતાં ડેપો સામેના વૃક્ષોના ડાળખાં હટાવ્યા ન હોવાથી આવી ઘટના બની: પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા પાસે જ લાઈનમાં સ્પાર્ક થયો, સદનસીબે કોઈ નુકશાન નથી થયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં વીજ કંપની ની વેઠ ઉતારતી કામગીરીથી લોકો હેરાન થઈ ગયા છે, તાજેતરમાં જ પ્રી.મોન્સુન કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી પરંતુ એસટી ડેપો સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ના વધી ગયેલા ડાળખાં નહિ કાપતા અવાર નવાર લાઈટો જવાની કે શોર્ટ સર્કિટ ની ઘટના બને છે. જેમાં રવિવારે સવારે જ એસટી ડેપોની સામેના ભાગમાં એક વાયરમાં આગ લાગતાં ત્યાં લારી ગલ્લો ચલાવતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા, સદનસીબે આપમેળે જ આ આગ બંધ થઈ જતાં કોઈ.નુકશાન થયું નથી, જ્યાં સ્પાર્ક થયો ત્યાં બાજુ માજ પોલીસ વિભાગનો મોટો સીસીટીવી કેમેરો લાગ્યો છે અને ત્યાં દસેક લારી ગલ્લા પણ હોય ત્યારે જો આ આગમાં વાયર લાંબે સુધી સળગતે તો દુર્ઘટના બની હોય પરંતુ થોડીવારમાં જ આપમેળે આગ ઓલવાઈ જતા કોઈ નુકશાન થયું નથી પરંતુ વાયર સળગતા ત્યાં લાઈટો બંધ થઈ હતી જેના કારણે શેરડી ના રસ ના કોલા વાળા કે જેણે ટેમ્પરવરી મીટર લગાવ્યું છે તેનો ધંધો લાઈટ વિના બગડ્યો હતો.
વીજ કંપનીના સત્તાધીશો એસટી ડેપો ની આસપાસ વધેલા વૃક્ષની છણાવટ કરે તે જરૂરી છે

(10:00 PM IST)