<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

પોઇચા ગામમાં નજીવી બાબતે બોલાચાલી થતા લોખંડની પાઇપ માથામાં મારી ઇજા કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામમાં નજીવી બાબતે માથાકુટ થતા એક યુવાને બીજા યુવાનને માથામાં પાઇપ મારી ઇજા કરતા ગુનો દાખલ થયો છે
   મળતી માહિતી અનુસાર દિલીપભાઈ ઝવેરભાઈ બારીયા (રહે.પોઈચા તાનાંદોદ જી. નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોઇચા ગામે આવેલ પાણીની ટાંકી પાસે પાળ ઉપર બેઠા હતા તે વખતે મનરેગા માં કામ કરતા મજુરો અંદરો અંદર બોલતા હતા, જેથી દિલીપભાઈ એ મજુરોને જણાવેલ કે તમારો ઘરે જવાનો સમય થઇ ગયો છે તેમ કહેતા રણજીતભાઈ ગંભીરભાઈ બારીયા (રહે.પોઈચા તા.નાંદોદ જી.નર્મદા )એ જણાવેલ કે તમોએ મજુરોને કેમ ઘરે મોકલી દિધા છે તેમ કહી દિલીપભાઈ ને ગમે તેમ ગાળો બોલી નજીકમાં આવેલ વાડમાંથી લોખંડની પાઇપ તેમના માથામા આગળના ભાગે મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે પાઇપ મારનાર રણજીત બારીયા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(10:02 PM IST)