હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાર કાઉ. ઓફ ગુજરાત દ્વારા વકીલોના વારસદારોને સવા કરોડ મૃત્યુ સહાય ચુકવાશે

રાજકોટ,તા. ૧૭: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન શ્રી નલિન ડી.પટેલ તથા કમિટીના સભ્યો અનિલ સી.કેલ્લા તથા કિશોરકુમાર આર.ત્રિવેદી નાઓની હાજરીમાં એડમીનીસ્ટેટીવ કમિટીની મીટીંગમા ૭૦ જેટલા મળત્યુ પામનાર ધારા શાસ્ત્રીઓના વારસદાર દ્વારા કરવામાં આવેલ મળત્યુસહાયની અરજીઓ વિચારણા માટે લેવામાં આવેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર વેલ્ફેર ફંડના સભ્ય બનનાર તેમજ નિયમિત રીન્યુઅલ ફ્રી ભરનાર તેમજ ફોર્મ ભરનાર ૪૦ જેટલા ધારાશાષાીઓના વારસદારોની મળત્યુસહાયની અરજીઓ મંજૂર કરવામાં આવેલ અને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટના નિયમ અનુસાર રૂપિયા એક કરોડ પચીસ લાખ જેટલી રકમ તેઓના વારસદારોને ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ.
હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા પર,૦૦૦ જેટલા ધારાશાષાીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્યો બનેલ છે. આશરે ૨૫૦૦ ઉપરાંતના ધારાશાષાીઓને અત્યારસુધી રૂપિયા સાઈઠ કરોડ જેટલી મળત્યુસહાય છેલ્લા વર્ષોમાં ચુકવાયેલ છે. માન વેલ્ફેર ફંડના સભ્ય બનનાર ધારાશાષાીઓ તેમજ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફ્રી નિયમિત ભરનાર અને “Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015” હેઠળ નિયત કરેલ ફોર્મ ભરનાર ધારાશાષાીઓના વારસદારો જ મળત્યુસહાય મેળવવા હકદાર ગણાય છે. હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મળત્યુ પામનાર ધારાશાષાીઓના વારસદારોને રૂપિયા સાડા ચાર કરોડ મળત્યુસહાય ચુકવવામાં આવેલી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળેલ મીટીંગમાં ગુજરાત એડવોકેટ વેલફેર ફંડના સભ્ય બનનાર ધારાશાષાીઓ પૈકી જે ધારાશાષાીઓની રીન્યુઅલ ફી બાકી છે તે તમામને પોતાની તમામ બાકી રીન્યુઅલ ફી ૩૦ દિવસના ગાળામાં જમા કરાવવા માટે જાણ કરવામાં આવેલ છે. જેની વિગતો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ www.barcouncilofgujarat.org પર મુકવામાં આવશે. અને ત્યારબાદ પણ જો કોઇ વેલફેર ફંડના સભ્યએ બાકીની રીન્યુઅલ ફી ભરેલ નહિ હોય તો તેવા ધારાશાષાીઓને છેવટે લેખિત નોટીસ આપીને તેમનું સભ્યપદ સસ્પેન્ડ કરવાના આકરા પગલા લેવામાં આવશે. તેમજ એડમીનીસ્ટ્રેટીવ કમિટી દ્વારા ગુજરાત એડવોકેટ વેલફેર ફંડ એકટ અનુસાર રીટાયરમેન્ટની જે અગાઉની સ્કીમ છે તેમાં જરૂરી વધારો કરવા માટે ઠરાવ કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ચર્ચા-વિચારણા માટે મોકલી આપેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
