<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

‘મહારાજ’ ફિલ્મને લઈને અમદાવાદમાં વિરોધ: વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો ગોસ્વામી હવેલીમાં ઉમટ્યા :વિરોધ પ્રદર્શનમાં જોડાયા

વૈષ્ણવ સંપ્રદાયની ગોસ્વામી હવેલી ખાતે ગાદીપતિ ગોસ્વામી રણછોડલાલજીની અધ્યક્ષતામાં વિરોધ કરાયો

અમદાવાદ : ‘મહારાજ’ ફિલ્મને લઈ અમદાવાદમાં વિરોધ શરૂ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો ગોસ્વામી હવેલીમાં એકત્ર થયા હતા અને વિરોધ કરી રહ્યા છે. ગાદીપતિ ગોસ્વામી રણછોડલાલજીની અધ્યક્ષતામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મુક્યો છે.

મહારાજ ફિલ્મનો અમદાવાદમાં વિરોધ કરાયો હતો. વૈષ્ણવ સંપ્રદાયની ગોસ્વામી હવેલી ખાતે ગાદીપતિ ગોસ્વામી રણછોડલાલજીની અધ્યક્ષતામાં વિરોધ કરાયો હતો. ધાર્મિક લાગણી દુભાયાના આરોપ સાથે વિરોધ કરાયો હતો. નવલકથા પરથી ફિલ્મ મહારાજ તૈયાર કરાઈ છે.

(12:44 PM IST)