હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એટીએમમાંથી રૂપિયા ‘‘છૂ'' ઉત્તરપ્રદેશનો ઠગ ગુજરાત તરફ આગળ વધે તે પહેલા બરોડા ક્રાઇમ બ્રાન્ચે બ્રેક મારી દીધી
માનો યા ન માનો, એટીએમમાં પ્રોસેસ પૂર્ણ થયાના મેસેજ છતાં રૂપિયા બહાર નીકળતા જ ન હતા સીબીઆઇમાં ફરજ બજાવી ચુકેલા સી.પી.નરસિંહમાં કોમાર, જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં પીઆઇ આર.જી. જાડેજા ટીમને મોટી સફળતા

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ તા. એટીએમ મશીનમાં પિન કાર્ડ વિગેરે પ્રોસેસ કરી અને આ બધી પ્રોસિજર ઓકે હોવાના સંકેત પછી જે રૂપિયા બહાર નીકળવા જોય તે નહિ નીકળતા , મશીનમાં કોઈ ફોલ્ટ છે તેવું અનુમાન કરી બીજા એટીએમ શોધવા જનારને તેમના મોબાઇલ પર તેમના એકાઉન્ટમાથી જે રકમ ઉપાડી તે ડેબિટ થયાના મેસેજ મળતાં બેંક પર તપાસ કરવા પહોંચી જાય ત્યારે ત્યાં પણ રૂપિયા ઉપડ્યા હોવાના પુરાવા મળે, બરોડા એસબીઆઇ એટીએમમાં આવી બે ત્રણ ઘટના બનતા ગ્રાહકો સાથે ફ્રોડ થયાનું ફલિત થતાં પોલીસ ફરિયાદ થયેલ .
વિવિધ ગુન્હાઓ લગતના પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પોતાને મળેલ ડેઇલી રિપોર્ટ ચેક કરતા હતા ત્યારે આ ઘટનામાં તેમને પોતાના સીબીઆઇના અનુભવને કારણે શંકા જાગી જેસીપી મનોજ નિનામાં, ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાથે ચર્ચા કરી રહસ્ય ઉકેલવાની જવાબદારી એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડના નેતળત્વ હેઠળ પીઆઇ આર જી જાડેજા ટીમને સુપરત કરેલ.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજાનાઓની દોરવણી હેટળ પો.સબ ઇન્સ.એ.જે.રાઠવા અને પો.સબ.ઇન્સ. સી.ડી.યાદવનાઓ ટિમના માણસો સાથે આ બન્ને એ.ટી.એમ.સંબધીત બનેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારીત તપાસ કરતાં તેમજ આ પ્રકારના અગાઉ બનેલ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની ખાનગી રાહે ખાત્રી તપાસ દરમ્યાન એ.ટી.એમ.માંથી આ એમ.ઓ.થી રૂપીયા ચોરી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી રોહીત ઉર્ફે શોભીત રાકેશપ્રસાદ ઉર્ફે પપ્પુભાઇ મિશ્રા રહે.મુજમહુડા ઝુપડપટ્ટી, વડોદરા મુળ રહે.-ગામ-બિન્દા, જી.પ્રયાગરાજ ઉત્તરપ્રદેશનો શંકાસ્પદ જણાઇ આવેલ અને આ ઇસમ ફરી હાલમાં ફરી આ મુજબનો ગુનો કરવા માટે શંકાસ્પદ મો.સા.સાથે રાણેશ્વર ચાર રસ્તા પાસેની એ.ટી.એમ.ની આસપાસ માં ફરતો હોવાની મળેલ માહીતી આધારે સદર ઇસમને મોઢા પર માસ્ક બાંધી તેની પાસે રાખેલ બેગ અને મો.સા.સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડી બેગમાંથી વાયર ફીટીંગ માટેની પ્લાસ્ટીકની નાની પટ્ટી નંગ-૦૩, નાનુ કટર તથા ૦૩ નાની ફીવીક્વીક મળી આવતા સદર ઇસમને આ વસ્તુઓ રાખવાના કારણ બાબતે તેમજ મો.સા.અને મો.ફોનના માલીકી બાબતે પુછતા તેને કોઇ સચોટ માહીતી નહી આપતા સદર ઇસમ પાસેથી મળી આવેલ શંકાસ્પદ મુદ્દામાલ
તપાસ અર્થે કબજે કરી આ ઇસમની સઘન પુછપરછ કરી તપાસ કરવામાં આવતા સદર ઇસમે પોતે પોતાના આર્થીક ફાયદા માટે એ.ટી.એમ.મશીનમાં રૂપીયા નિકળે છે તે કેશ ડિસ્પેન્શર પાસેની જગ્યાએ પ્લાસ્ટીકની પટ્ટી લગાડી દેતો હોવાનુ અને આ કારણે ખ્વ્પ્ માં રૂપીયા કાઢવા માટે આવતા નાગરીકો દ્વારા જરૂરી પ્રોસેસ કરવા છતાં ખ્વ્પ્ માંથી નિકળેલ રૂપીયા લગાડેલ પટ્ટીના કારણે અંદરના ભાગે ફસાઇ જવાના કારણે બહાર નહી નિકળતા હોવાનું તેમજ નાગરીકો ATM માંથી રૂપીયા નહી નિકળેલાનુ માની ત્યાંથી જતા રહેતા હોય ત્યારબાદ આરોપી આ લગાડેલ પટ્ટી કાઢી નાંખી નાગરીકોના ATM માંથી નિકળેલ રૂપીયા પોતે લઇ લીધેલ હોવાની અને અકોટા અને ઉર્મી સોસાયટી ખાતેના એ.ટી.એમ.મશીનમાં પોતે પટ્ટી લગાડી ગુનાઓ આચરેલાની હકીકત જણાવતા જેથી આ જે.પી.રોડ અને અકોટા પો.સ્ટેશનમાં નોંધાયેલ બન્ને ગુનાઓ ડીટેકટ થતા હોય આગળની વધુ તપાસ માટે જે.પી.રોડ અને અકોટા પો.સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
