હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. મહેસાણા અર્બન બેંક દ્વારા આશરે 50 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ 31 જુલાઈ 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહેસાણા અર્બન બેંક ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા જાહેર કરેલી ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારને યુજીસી માન્ય ગુજરાતની યુનિવર્સિટીમાંથી એમકોમ, એમએસસી સાયન્સ, એમસીએ, એબીએ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બંને પૈકી એકમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. આ ઉપરાંત એમએસસી સાયન્સ, એમસીએ, એમબીએના ડાયરેક્ટ કોર્ષમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે.
મહેસાણા અર્બન બેંક ભરતીની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 1 જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી વધુ અને વધુમાં વધુ 30 વર્ષનો હોવો જોઈએ.
પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ વર્ષ માસિક ફીક્સ પગાર 19000 અને બીજા વર્ષે 20,000 રહેશે અને ત્યારબાદ ક્લીકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે જે આશેર 29,100 રૂપિયા જેટલો હશે.
મહેસાણા અર્બન બેંક ભરતી માટે લેખિત પરીક્ષાની વાત કરીએ તો IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે. ત્યારબાદ ક્વોલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે.
ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની દૂરની શાખાઓ માટે ભરવાની છે,ઓનલાઈન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે
મહેસાણા અર્બન બેંક ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
Mehsana-Urban-bank-Recruitment-2024Download
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM