હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગીઃ ૪૦ લોકોને બચાવાયા
ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી

અમદાવાદઃ શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. તે આગ પર કાબૂ મેળવવા માટે ૧૮ કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યા કામ કરતા ૪૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સખત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. અને સખત બે કલાક મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉનાળામાં આગના બનાવો સખત વધારો જોવા મળી રહ્યો છે. કઠવાડા વિસ્તારમાં આવેલી બાયોટેક ઈન્ડસ્ટ્રીઝમાં આજે સવારે ૪-૩૦ વાગે અચાનક આગ લાગી હતી. આ કંપની કેંગન વોટર રીફીલ બનાવતી કંપની છે. જયારે આગ લાગી ત્યારે તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ ૧૮ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યા અંદર કામ કરી રહેલા લોકોને ૪૦ જેટલા લોકોને બચાવવામાં આવ્યા હતા.
જયારે આગ લાગી ત્યારે આગ એટલી વિકરાળ હતી કે તેના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. અને આસ પાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફાયર વિભાગને જાણ થતા ૧૮થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ રહી અને ૪૫ જેટલા અધિકારીઓ ઘટના સ્થળ પર હતા. અને ૪૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી હતી. જે કંપનીમાં આગ લાગી હતી ત્યારે બાજુમાં સ્ટીલના વાસણ બનાવતી કંપનીમાં પણ આગ લાગી હતી. સુરક્ષાને લઈને આગ વધુ ના લાગે એટલે આજુ બાજુની કંપનીઓ ખાલી કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
