<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

બાળકોને મોબાઇલ જેવા ગેજેટસથી દૂર રાખો : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓના પરિવારના બાળકો માટે યોજાયો સમર કેમ્‍પ

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ ફરજ પર હાજર રહેતા પોલીસ કર્મચારીઓના પરિવારના બાળકોને વેકેશનમાં સમયે પોલીસ દ્વારા સમર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. તેના ભાગરૂપે સમર કેમ્‍પના સમાપન પ્રસંગે ભુપેન્‍દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા.

 પોલીસ ૨૪ કલાક ફરજ પર હાજર રહેતા અને તહેવારોમાં પોતાના ઘરથી દૂર  નિકળીને પોતાના પરિવારને છોડીને સમાન્‍ય પ્રજાની રક્ષણ માટે હમેશા તૈયાર હોય છે. તેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તેમના બાળકોમાં ઉનાળાના વિકેશન રૂપે પોલીસ વિભાગના બાળકો દ્વારા ઉનાળામાં સમર કેમ્‍પમાં બાળકોને જીવન ઘડતરનું માર્ગદર્શન આપ્‍યુ હતુ.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા  જણાવામાં આવ્‍યુ હતુ કે પોલીસ પોતાના પરિવાર સાથે હળીમળીને રહે અને પોતાના બાળકોને પૂરતો સમય આપે અને બાળકો જે આજકાલ મોબાઈલ જેવા ગેજેટ્‍સ છે. તેનાથી દૂર રહેવા જણાવેલ

(3:15 PM IST)