<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ડાંગ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: આહલાદક વાતાવરણ સર્જાયું

આહવા,વઘઈ સહીતના વિસ્તારોમાં વરસાદને પગલે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક શહેરોમાં મેઘરાજાની પધરામણી થઇ રહી છે તેવામાં ડાંગ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે  ધોધમાર વરસાદ વરસ્યો હતો. આહવા, વઘઈ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસવાના સમાચાર સામે આવ્યા છે. વરસાદને લઇ ડાંગમાં આહલાદક વાતાવરણ સર્જાયું છે. તો બીજી બાજૂ વરસાદને પગલે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે 

(6:50 PM IST)