<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સુરતના ઉધનામાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ: એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ

પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલો હોવાથી તે બનાવટી નોટ છાપતો થઇ ગયો: 100ના દરની 24 હજારની નકલી ચલણી નોટ કબજે કરાઈ

સુરત: ઉધનામાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે. 100ના દરની 24 હજારની નકલી ચલણી નોટ કબજે કરાઈ છે. નકલી ચલણી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીઓનો શોધખોળ ચાલુ છે. આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. અત્યાર સુધી લાખો રૂપિયાની નકલી નોટ છાપી બજારમાં વટાવી છે. પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલો હોવાથી તે બનાવટી નોટ છાપતો થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે.

(6:52 PM IST)