<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

કઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી

૪૦ થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાઃફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબૂમાં લીધી

અમદાવાદ, તા.૧૭

તાજેતરમાં દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી.

આ આગ આસપાસમાં આવેલા કુલ ૭ જેટલા ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આજે કઠવાડા ય્ૈંડ્ઢઝ્રમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેંગન વોટર રીફીલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ૧૮થી વધુની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ટેસ્ટિંગ લેબ અને આરએનડી વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો પ્રમાણએ કઠવાડા ય્ૈંડ્ઢઝ્ર ખાતે રોડ નંબર ૫ પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે ૪.૩૦ વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયબ્રિગેડની ૧૮થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ૪૫થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ વધારે હતી જે બાજુમાં આવેલી સુરભી સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટિરીયલમાં આગ લાગી હતી.પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે ૪૦ વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સવાર સુધી આગને કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.અમદાવાદના દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી.આગ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર સુધી પહોંચી શક્યા નહોતા. રોબોટની મદદ લેવામાં આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે અદ્યતન ટેક્નોલોજીવાળા રોબોટની મદદ લઈ અને આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. સતત બે કલાક સુધી રોબોટ ચલાવી અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગના કારણે આખો પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. આગ ખૂબ જ મોટી હોવાથી જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી.

(8:14 PM IST)