News of Tuesday, 18th June 2024
ગુજરાતના રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિ ૪ લાખ કરોડની ઉપર
જૂન ૨૦૨૩માં હતી ૩ લાખ કરોડ રૂપિયા : છેલ્લા બે મહિનામાં દેશમાં ૮૧ લાખ નવા ફોલીયો ઉમેરાયા

અમદાવાદ, તા.૧૮: મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ માટે સૌથી વધુ પસંદગીના એસેટ ક્લાસ તરીકે ઉભરી રહ્યાં છે. ગુજરાતના રોકાણકારોની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં ઝડપી વળદ્ધિ જોવા મળી છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) ના ડેટા અનુસાર, માત્ર એક વર્ષમાં, રાજ્ય માટે એયુએમ મે ૨૦૨૪ માં રૂ.૪.૦૪ લાખ કરોડને વટાવી ગયું હતું, જે જૂન ૨૦૨૩ માં રૂ.૩ લાખ કરોડ હતું. એપ્રિલ ૨૦૨૪ થી નોંધાયેલ વળદ્ધિ રૂ.૧૪,૩૪૭.૪૫ કરોડ છે.
નાણાકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વળદ્ધિ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) અને ઇક્વિટી રૂટ્સ દ્વારા રેકોર્ડ બ્રેકિંગ ઇનફ્લોને આભારી છે. શહેરના નાણાકીય વિશ્લેષકો કહે છે કે વધુ વળતર અને વધુ સારી જાગળતિ વચ્ચે રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધતી જતી રુચિ પણ કારણો છે.
એયુએમમાં વધારો એ માત્ર રોકાણોની નેટ એસેટ વેલ્યુમાં વધારો નથી. તાજા રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. એએમએફઆઈના ડેટા અનુસાર, છેલ્લા બે મહિનામાં ભારતમાં લગભગ ૮૧ લાખ નવા ફોલિયો ઉમેરવામાં આવ્યા છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નવેસરથી રસ દર્શાવે છે. SIPsમાં ખાસ કરીને વધુ ટ્રેક્શન છે, અમદાવાદ સ્થિત મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
બીજી તરફ, સોના અને ચાંદીની તેજી દરમિયાન બુક થયેલા નફાને ઘણીવાર મ્યુચ્યુઅલ ફંડમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ જયેશ વિઠ્ઠલાનીએ TOIને જણાવ્યું હતું કે, ભારતમાં લ્ત્ભ્ત મે મહિનામાં રૂ. ૨૦,૯૦૪ કરોડની વિક્રમી ટોચે પહોંચી હતી. એસઆઈપીમાં નવેસરથી રસ જોવા મળી રહ્યો છે અને ઘણા રિટેલ રોકાણકારો તેમની એસઆઈપીનું વિસ્તરણ કરી રહ્યા છે. સોના અને ચાંદીમાં તીવ્ર તેજી મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં તેજી માટેનું બીજું પરિબળ છે. ઘણા રોકાણકારોએ બુલિયનમાંથી મળેલા નફાને મ્યુચ્યુઅલ ફંડમાં ફરીથી રોકાણ કર્યું છે. આ SIP, ગોલ્ડ ETF અને ઇક્વિટી MF તરફ વાળવામાં આવ્યું હતું.
ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓ પણ કહે છે કે રોકાણકારોમાં વધતી જાગરૂકતા એ એસેટમાં વધારો થવાનું મુખ્ય કારણ છે. ‘રોકાણકારોનો આધાર વધ્યો છે અને લોકો તેમના વળતર પર વિશ્વાસ સાથે રોકાણ કરવાનું વલણ ધરાવે છે,' વિઠ્ઠલાણીએ વધુમાં ઉમેર્યું.
રોકાણકારો એમએફ રોકાણોમાં તેમના પોર્ટફોલિયોને વધુને વધુ વિસ્તળત કરી રહ્યા છે. દાખલા તરીકે, SME જે પોતાને IPO રૂટ દ્વારા સૂચિબદ્ધ કરે છે તે રોકાણકારો માટે ૩૦-૫૦%ના લિસ્ટિંગ ગેઇન સાથે ઘણી વખત સુવર્ણ તકો બની જાય છે. ઝડપી સંપત્તિ મેળવવા માટે વધારાના લાભો વારંવાર SIPમાં ફરીથી રોકાણ કરવામાં આવે છે, વિઠ્ઠલાનીએ જણાવ્યું હતું.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
