તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 18th June 2024
આજ સુધી સાયખામાં ઉદ્યોગને જમીન ફાળવવામાં આવી નથી : સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયાનો આક્ષેપ પાયાવિહોણો : ઋષિકેશભાઇ પટેલ
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના જીઆઇડીસી અંગેના દાવાનો છેદ ઉડાડતા રાજય સરકારના પ્રવકતા અને કેબીનેટ મંત્રી

અમદાવાદ, તા. ૧૮ : ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયેલા આક્ષેપોને નકારી કાઢયા છે. શ્રી ગોહિલે રવિવારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) પર દહેજ અને સાયખામાં ઉદ્યોગોને પ્લોટ ફાળવણી પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ મૂકયો હતો.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જીઆઇડીસી સરકાર પાસેથી અથવા સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવે છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યા વિના ઉદ્યોગપતિઓને નો-પ્રોફિટ, નો-લોસ ધોરણે જમીન પૂરી પાડે છે. જીઆઇડીસી એ નફા માટે સ્થપાયેલી સંસ્થા નથી, તેથી તેની સરખામણી ખાનગી ઉદ્યાનો કે વિકાસકર્તાઓ સાથે કરી શકાય નહીં.
શ્રી પટેલે જણાવ્યું હતું કે, દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ અને એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. આ વસાહતોના કેમિકલ ઝોનમાં લગભગ ૯૦ ટકા પ્લોટ વેચાયા હોવાથી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૫૧૮મી બેઠકમાં જીઆઈડીસીએ માત્ર આ કેમિકલ ઝોનને સંતળપ્ત તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.
ત્યારબાદ, વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉદ્યોગપતિઓ તરફથી રજૂઆતો મળી હતી કે જો સમગ્ર એસ્ટેટમાં તેના ૯૦ ટકા પ્લોટ વેચવામાં આવે તો જ સમગ્ર એસ્ટેટને સંતળપ્ત જાહેર કરવી જોઈએ. તદનુસાર, ૫૧૯મી બોર્ડ મીટીંગમાં, જીઆઈડીસીએ સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતોને અસંતળપ્ત જાહેર કરી હતી, જ્યાં સમગ્ર વસાહતોના ૯૦ ટકા જેટલા પ્લોટ ફાળવાયા વગરના છે.
પરિણામે, આજ સુધી સાયખામાં કોઈપણ ઉદ્યોગોને જમીન ફાળવવામાં આવી નથી. તેથી, સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું નાણાકીય નુકસાન થયું હોવાનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે, તેમ મંત્રીએ ઉમેર્યું.
ઋષિકેશભાઈએ એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન હરાજી કર્યા વગર નિયત દરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જ્યારથી ભાજપ સરકારે સત્તા સંભાળી છે ત્યારથી સંતળપ્ત વસાહતોમાં જાહેર હરાજી દ્વારા પ્લોટ ફાળવવાની સિસ્ટમ્સ અમલમાં મૂકવામાં આવી છે.
કેબિનેટ મંત્રી શ્રી પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જીઆઇડીસીએ ગુજરાતના વૈશ્વિક ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને નિર્ણાયક ભૂમિકા ભજવી છે. રાજ્યભરમાં અંદાજે ૨૩૯ ઔદ્યોગિક વસાહતોમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે, જે સ્થાનિક ઉત્પાદન, નિકાસ, રોજગાર અને સંશોધન જેવા વિવિધ હેતુઓને પરિપૂર્ણ કરે છે, જેનાથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આર્થિક પ્રવળત્તિઓને વેગ મળે છે.
શ્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા જૂની અરજીઓના નિકાલ બાદ ભ્રષ્ટાચાર અંગે કરાયેલા આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેઓએ ઉમેર્યું હતું કે જૂની અરજીઓમાંથી એકપણ અરજદારને આજની તારીખે પ્લોટ ફાળવવામાં આવ્યો નથી, તેથી કોઈ વાટાઘાટો થયાનો પ્ર‘ જ ઊભો થતો નથી.
સાયખામાં એપ્રિલ ૨૦૨૩ થી કોઈ પ્લોટ ફાળવવામાં આવ્યો ન હોવાથી, રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકારને આર્થિક નુકસાનનો આક્ષેપ કરતું નિવેદન તદ્દન ખોટું, બનાવટી અને માત્ર પ્રચાર સ્ટંટ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
