<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

SGVP છારોડી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે : મહર્ષિ સાંદીપનિ રાષ્ર્ટ્રીય વેદ વિદ્યાપ્રતિષ્ઠાનમ્ : ઉજૈન દ્વારા વેદ શિક્ષક પ્રશિક્ષણનો પ્રારંભ

અમદાવાદ તા.12 SGVP ગુરુકુલ અમદાવાદ ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ,જ્યાં ચારેય વેદોનો અભ્યાસ થઇ રહેલ છે તે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય કાર્ય રત છે.અહીં  ભારત સરકાર દ્વારા સંચાલિત મહર્ષિ સાંદીપનિરાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ઉજૈન દ્વારા 8 જુનથી 22 જુન દરમ્યાન  એક પંદર દિવસીય વેદ  શિક્ષકો માટે પ્રશિક્ષણ વર્ગો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યુંછે.

જેમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર ગુજરાત વગેરે રાજ્યોમાથી 50 ઉપરાંત વૈદિક વિદ્વાનો ઉપસ્થિત રહ્યા છે.જેઓ વેદની ઋચાઓના ઘનપાઠ,વિકૃતિ પાઠ,ક્રમપાઠ જેવા વિવિધ પ્રકારના પાઠોના જાણકાર પણ છે. એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાયેલ આ કાર્યક્રમ  પ્રારંભે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદસાથે વેદ પ્રશિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  આ કાર્યક્રમનું સંચાલન છારોડી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા થઇ રહેલ છે.તથા સમગ્ર આયોજન મહર્ષિ સાંદીપનિરાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ઉજૈન દ્વારાકરવામા આવેલ છે.

(12:22 PM IST)