News of Tuesday, 18th June 2024
વ્યસની દિકરાએ લોટો ફેંકી માતાને ઇજા પોહચડવાની કોશિશ કરતાં પુત્રને સમજાવવા માતાએ 181ની મદદ માંગી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાં વૃદ્ધ મહિલાને પુત્ર તેમજ પુત્ર વધુ દ્વારા હેરાનગતિ કરવાના આવતી હોય વ્યસન કરીને દીકરો મારઝૂડ કરે છે, અપશબ્દ બોલે છે, તેમજ જબરદસ્તી વધારે જમીનની માંગણી કરે છે, તેથી મહિલાએ પુત્ર તેમજ પુત્રવધૂને સમજાવવા 181ની મદદ માંગી હતી
માતાએ માંગેલી મદદ બાદ 181 ટીમે ઘટના સ્થળે પહોંચી બન્ને પક્ષનું કાઉન્સિલગ કરતાં જાણવા મળેલ કે, ૭૫ વર્ષના વૃદ્ધ મહિલા તમના બે પુત્ર છે, તેઓ નાના પુત્ર સાથે રહે છે, મોટા દીકરા, વહુ કોઈ દિવસ માતાના ખબર અંતર પૂછતાં નથી, જ્યારે જમીનની વહેંચણી કરી ત્યારે વધારાની જમીનની માંગણી કરે છે, બધાને સરખા ભાગે જમીન વહેંચી આપી, તેમાં છતાં મારા ભાગમાં આવતી જમીન જબરદસ્તી માંગણી કરે છે, તેથી મે દીકરાને સમજાવવા 181 હેલ્પલાઇનની મદદ માંગી તે દરમિયાન વ્યશની મોટા પુત્રએ પાણી ભરેલો પાણીનો લોટો ફેંકી માતા ને ઇજા પહોંચાડવાની કોશિશ કરી, તેથી વૃદ્ધ મહિલાએ કપૂત દીકરાને સબક શીખવાડવા 181 હેલ્પલાઇનની મદદ માંગી ત્યારબાદ 181 ટીમે દીકરાને સમજવી કાયદાકીય માહિતી સલાહ, સૂચન આપતા દીકરો સુધરવા માગતાં હોય જેથી ફરી વાર ભૂલ નાં થાય તેની ખાતરી આપી અને જેટલી જમીન મારા ભાગમાં છે તેમાં ખુશ રહીશ તેમ જણાવેલ, તેથી વૃદ્ધ મહિલા દીકરાને સુધરવા એક મોકો આપી સમાધાન ઇચ્છતાં હતાં. માટે 181 હેલ્પલાઇન ટીમે બંને માતા પુત્ર વચ્ચે અસરકારક કાઉન્સિલગ દ્વારા સમાધાન કરાવ્યુ હતું
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
