તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગનાં ઓપરેશન થીયેટરમાં બ્લાસ્ટ

વડોદરા, તા.૧૯: રાજકોટ અગ્નિકાંડનાં પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ. હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે બ્વ્ના બાજુના વોર્ડના ૩ દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. પ્રાથમિક અનુમાન છે કે ACમાં બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ. ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચી હતી.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
