<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે 10 લાખની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ નોંધાઇ : ખળભળાટ

જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ ACBમાં ફરિયાદ: કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા

સુરતના 2 કોર્પોરેટર સામે લાંચ માગ્યાની ફરિયાદ નોંધાઈ છે,.કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે ACBમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.. ફરિયાદમાં મહાનગરપાલિકાના એક અધિકારીની પણ સંડોવણી હોવાનો ઉલ્લેખ કરાયો છે

    પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ આરોપ લગાવ્યો કે બન્ને કોર્પોરેટર દ્વારા તેમની પાસે 11 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા...બાદમાં 10 લાખમાં પતાવટ કરી હતી.કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ સમાધાનનો ઓડિયો રેકોર્ડિંગ કર્યો હતો...જે તેમણે ACBમાં પૂરાવા તરીકે રજૂ કર્યો છે...તેમણે CCTV ફૂટેજ પણ પૂરાવા તરીકે આપ્યા છે...જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે....

(11:36 AM IST)