<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સુરતમાં વહેલી સવારે વરસાદી માહોલ:વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ

શહેરના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ

સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

વહેલી સવારે સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે  વરસાદ વરસી રહ્યો છે.  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.

જોકે હજુ વરસાદ મનમુકીને વરસ્યો નથી. વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે.

(11:46 AM IST)