<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

જયાબેન (જયશ્રીબેન) ઠકરારનું દુઃખદ અવસાનકાલે બરોડા ખાતે પ્રાર્થના સભા

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી રીટાબેન કુંડલીયાના માતુશ્રી - સમાજ સેવા માટે હંમેશા તત્‍પર રહેતા સ્‍વ. જયાબેન વિઠ્ઠલદાસ ઠકરારની વિદાયથી પરિવારજનોમાં ઘેરો શોક

રાજકોટ તા. ૧૯ :.. જયાબેન (જયશ્રીબેન) વિઠ્ઠલદાસ ઠકરાર તે શ્રી અલ્‍કેશભાઇ ઠકરાર (મો. નં. ૯૮૯૮૦ ૪પર૦૦), રાજેશભાઇ ઠકરાર (USA) તથા રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી અને મહિલા સમિતિના ચેરપર્સન શ્રીમતી રીટાબેન સતીષભાઇ કુંડલીયાના માતુશ્રીનું તા. ૧૬-૬-ર૦ર૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થની પ્રાર્થના સભા આવતીકાલ તા. ર૦-૬-ર૦ર૪ ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૭ વાગ્‍યા દરમ્‍યાન શ્રી રઘુવંશી લોહાણા મહાજન કમ્‍યુનિટી સેન્‍ટર, ડોમીનોઝ પીઝાવાળી શેરી, ઇલોરા પાર્ક, વડોદરા (બરોડા) ખાતે રાખવામાં આવેલ છે.

સરળ અને પરોપકારી સ્‍વભાવ ધરાવતા સ્‍વ. જયાબેન ઠકરાર સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે હંમેશા તત્‍પર રહેતા હતાં. સાથે સાથે કુટુંબ-સમાજમાં એક આદરભર્યુ સ્‍થાન ધરાવતા હતાં.

સ્વ. જયાબેન (જયશ્રીબેન) ને તેમના પુત્રવધુ શ્રીમતિ હિનાબેન અલ્કેશભાઇ ઠકરાર, ભાણેજ શ્રી નિલેશભાઇ રાડીયા (SBI), વરૂણ, વિધિ, કુબેર, કરણ, હેતાલી, દીપ, પૂર્વા, પૂજા, તથા શિવાનીઍ પણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.  તમામ પરિવારજનોમાં ઘેરો શોક છવાઇ ગયો હતો.

(12:05 PM IST)