News of Wednesday, 19th June 2024
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેષ કોટેચાના કાર્યકાળમાં ૧ વર્ષનો વધારો

રાજકોટ, તા. ૧૯ : આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાના કાર્યકાળને વધુ એક વર્ષના સમયગાળા માટે લંબાવાયો છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્ર્સિટી, જામનગરના પૂર્વ વાઇસ ચાન્સેલર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત વૈદ્ય રાજેશ કોટેચા દિલ્હીમાં જ કાર્યરત રહેશે. કેન્દ્રના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય શ્રી રાજેશ કોટેચાના કાર્યકાળને વધુ એક વર્ષના સમયગાળા માટે મંજુરી આપી છે.
દેશની અગ્રીમ હરોળની આયુર્વેદ યુનિ.માં જેની ગણતરી થાય છે એ જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદિક યુનિ.માં મૂળ કોડીનારનાં આર્યુવેદ રત્ન ડો. રાજેશભાઇ કોટેચાની કુલપતિ પદે નિયુક્તી થઇ હતીે. ડો.રાજેશભાઇએ આજ યુનિ.માંથી એમડીની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ રાજેશભાઇએ ચિત્રકુટ ખાતે આવેલ આયુર્વેદ ઇન્સ્ટીટયુટમાં ડાયરેકટર પદે જયપુરમાં આર્યુવેદિક કલીનીક કાર્યરત કરી હતી.
તેમજ ચિત્રકૂટની કાયા ચિકિત્સા એટ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદનાં અધ્યક્ષ પદે ૧૯૯૧થી ૧૯૯પ સુધી સેવા આપી હતી. આરડી તાતા ફાઉન્ડેશન ફોર રિસર્ચ એન્ડ આયુર્વેદ એન્ડ યોગા સાયન્સનાં ડાયરેકટર પદે તેમજ સાઉથ ઇસ્ટ એશિયા વિશે હર્બલ રિસર્ચનાં પ્રોજેક્ટ પર પણ તેમણે સફળ કામગીરી કરી બતાવી છે.
આયુર્વેદ આત્મસાત કરનાર યુવા ડો. રાજેશભાઇ રમેશભાઇ કોટેચાની ઉત્કળષ્ટ કામગીરીને લઇ જામનગર આર્યુવેદિક યુનિ.માં કુલપતિ પદનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
દેશમાં આયુર્વેદ વિષય પર ઉત્કળષ્ટ કામગીરી કરનાર ડો. રાજેશભાઇ કોટેચાને ૨૦૦૭માં દિલ્હીનાં મુખ્યમંત્રી શીલા દિક્ષીતનાં હસ્તે ગ્લોબલ આયુર્વેદ ફિજીશ્યન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ રાજેશભાઇને ૨૦૦૮માં આયુર્વેદ રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. ૨પ દેશમાં આયુર્વેદનો પ્રચાર કર્યો મૂળ કોડીનારનાં રમેશભાઇ કોટેચાનાં પુત્ર એવા ડો. રાજેશભાઇએ આયુર્વેદ ક્ષેત્રે દેશ ઉપરાંત અમેરીકા, જર્મની, ફ્રાન્સ, રશીયા સહિતનાં ૨પ દેશમાં આયુર્વેદનો પ્રચાર કરી સેવા આપી છે. વર્ષ ર૦૧પમાં તેમણે મેડીસીન માટે પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો હતો.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
