<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પોસ્‍ટલ સેવા-સ્‍ટેમ્‍પ ડયુટીનું માળખુ આધુનિક બન્‍યુ પોસ્‍ટ ઓફિસ એક્‍ટ દેશભરમાં અમલમાં આવ્‍યો

સરકારી લાભો દેશના ખૂણે ખૂણે પહોંચી શકશેઃ ટપાલ સેવા પણ આધુનિક બનાવાઇ

રાજકોટ,તા. ૧૯: પોસ્‍ટ ઓફિસ એક્‍ટ, ૨૦૨૩ ઓકટોબર ૨૦૨૩માં રાજયસભામાં રજૂ કરવામાં આવ્‍યો હતો, કાયદા મંત્રાલયે તેને ૨૪ ડિસેમ્‍બર, ૨૦૨૩ ના રોજ ભારતના ગેઝેટમાં પ્રકાશિત કર્યું હતુંદેશમાં પોસ્‍ટ ઓફિસ એક્‍ટ, ૨૦૨૩ અમલમાં આવ્‍યો છે. આ અંગે ભારત સરકાર દ્વારા એક નોટિફિકેશન  પણ બહાર પાડવામાં આવ્‍યું છે. આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ અથવા પોસ્‍ટલ સેવા અને સ્‍ટેમ્‍પ ડ્‍યુટી માટેના માળખાને આધુનિક બનાવવાનો છે. સોમવાર (૧૮ જૂન)થી અમલમાં આવેલા નવા કાયદા દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ સરળ બનશે. આ ઉપરાંત સરકારી લાભો દેશના દૂરના ખૂણે ખૂણે પણ પહોંચી શકશે. તેનાથી લોકોનું જીવન સરળ બનશે.પોસ્‍ટ ઓફિસ એક્‍ટ, ૨૦૨૩ ૧૦ ઓગસ્‍ટ, ૨૦૨૩ ના રોજ સંસદના ઉપલા ગૃહ રાજયસભામાં રજૂ કરવામાં આવ્‍યો હતો. આ બિલ ૪ ડિસેમ્‍બર, ૨૦૨૩ ના રોજ રાજયસભા દ્વારા પસાર કરવામાં આવ્‍યું હતું. આ પછી ૧૩ ડિસેમ્‍બર, ૨૦૨૩ ના રોજ આ બિલ પર વિચાર કરવામાં આવ્‍યો અને તેને ૧૮ ડિસેમ્‍બર, ૨૦૨૩ ના રોજ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્‍યો. આ અધિનિયમને ૨૪ ડિસેમ્‍બર, ૨૦૨૩ના રોજ રાષ્ટ્રપતિ તરફથી સંમતિ મળી હતી. તે પછી તે જ દિવસે કાયદા અને ન્‍યાય મંત્રાલય દ્વારા ભારતના ગેઝેટમાં લોકો માટે પ્રકાશિત કરવામાં આવ્‍યું હતું.

આવો જાણીએ શું છે આ નવો પોસ્‍ટ ઓફિસ કાયદો ?

સંચાર મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, આ કાયદાનો ઉદ્દેશ્‍ય નાગરિક કેન્‍દ્રિત સેવાઓ, બેંકિંગ સેવાઓ અને સરકારી યોજનાઓના લાભોની લાસ્‍ટ માઇલ ડિલિવરી માટે એક સરળ માળખું બનાવવાનો છે. આ કાયદો વ્‍યવસાય અને જીવનને સરળ બનાવવા માટે પત્રો એકત્રિત કરવા, પ્રક્રિયા કરવા અને પહોંચાડવા માટે અગાઉ માણવામાં આવતા વિશેષાધિકારો જેવી જોગવાઈઓને દૂર કરશે. મંત્રાલયે વધુમાં જણાવ્‍યું હતું કે, આ અધિનિયમમાં કોઈ દંડની જોગવાઈઓ નિર્ધારિત નથી. તે સામાન માટે સરનામાં, સરનામા ઓળખકર્તાઓ અને પોસ્‍ટકોડના ઉપયોગ માટે પ્રમાણભૂત સિસ્‍ટમ પ્રદાન કરે છે. પોસ્‍ટ ઓફિસ એક્‍ટ, ૨૦૨૩ ભારતીય પોસ્‍ટ ઓફિસ એક્‍ટ, ૧૮૯૮ને રદ કરે છે. ભારતીય પોસ્‍ટ ઓફિસ એક્‍ટ, ૧૮૯૮ બ્રિટિશ શાસન દરમિયાન લાવવામાં આવ્‍યો હતો, જેનો હેતુ પોસ્‍ટ ઓફિસ સંબંધિત કાયદામાં સુધારો કરવાનો હતો.

(3:02 PM IST)