<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

રથયાત્રા પેટ્રોલિંગ દરમિયાન ઉનાની આંગડિયા લૂંટમાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, શરદ સિંઘલ, નીરજ બડગુજ્જર વિગેરેના માર્ગદર્શનમાં જડબેસલાક તૈયારી : ડીસીપી ક્રાઇમ અજિત રાંજીયાનના માર્ગદર્શનમાં ટીમના પીઆઇ પી.બી.ખાંભલા ટીમને મોટી સફળતા : ૧૮ કિમી રૂટ પર ૪ હજાર કેમેરા, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સાવધાની અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન ઇનામી આરોપી ઝબ્બે : પાવરફૂલ ડ્રોન, હેલિકોપ્ટર દ્વારા અમદાવાદમાં સતત નિરીક્ષણ, હિન્દુ મુસ્લિમ એકતા માટે પણ અદ્ભૂત પ્રયાસો

રાજકોટ તા.  ૧૯ : અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા   આગામી રથયાત્રા સંદર્ભે રીઢા ગુન્હેગારોને લોકઅપ ભેગા કરવા સાથે રાજય કે રાજય બહારના વોન્ટેડ ગુનેગારોને પકડવાની વિશેષ જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ સાથે ચર્ચા કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર અજિત રાજિયાનનાં નેતૃત્વમાં વિવિધ ટીમો બનાવી જવાબદારી સુપ્રત કરી છે,  દરમિયાન પીઆઇ પી.બી.ખાંભલા ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતના સંખ્યાબંધ ગુન્હાઓમાં વોન્ટેડ મૌલિકસિહ ઉર્ફ મુનાબાપુને ઝડપી લેવામાં સફળતા મળી છે.

ગુજરાતના ૧૪ થી વધુ વિવિધ  આરોપસર જેની સામે ગુન્હા નોંધાયા છે તે મૌલિકસિહ ઉર્ફ મુનાબાપુ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના આંગડિયા લૂંટ કેસમાં ત્રણ વર્ષથી વોન્ટેડ હોવાનું અને તેના પર ઈનામ જાહેર કરાયેલ હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજિત રાંજિયાન જણાવે છે.  ઉપરોકત આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોતાની ઓળખ છુપાવી ઇન્દોર રહેતો હતો, દરમિયાન અમદાવાદ આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે.

અત્રે એ યાદ રહે કે રથયાત્રાના ૧૮ કી.મી.રૂટ પર ૪ હજાર સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે, રથયાત્રા પ્રસંગે સમગ્ર રૂટનું ૧૦ ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનરનાં માર્ગદર્શનમાં સેકટર વડા નીરજ બડ ગુજ્જર ટીમ સક્રિય બની છે, રથયાત્રા અગાઉ પણ આકાશી અવલોકન કરવામાં આવનાર છે . દરમિયાન અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ સીસીટીવી કેમેરા લગડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાંજીયાંન ટીમ કે જે રથયાત્રા આગળ મુવિંગ બંદોબસ્ત સંભાળનાર છે તે ટીમો એકિટવ મોડમાં છે

(3:40 PM IST)