તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
રાજસ્થાનના શિક્ષક દંપતીએ ડમી શિક્ષક રાખ્યા કારનામાથી સરકાર કરશે ૯. ૩૧ કરોડની વસુલાત
બે દાયકાથી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા

જયપુર,તા. ૧૯: રાજસ્થાનના બારાં જિલ્લામાં સદર પોલીસ સ્ટેશનમાં ૯ કરોડ ૩૧ લાખ ૫૦ લાખ ૩૭૩ રૂપિયાની વસૂલાત માટે એક શિક્ષક દંપતી વિરુદ્ઘ FIR દાખલ કરવામાં આવી છે, જેમણે તેમની જગ્યાએ ડમી શિક્ષકને રાખ્યો હતો. શિક્ષણ વિભાગના સુંદલક PEEO અનિલ ગુપ્તાએ આ અંગે કેસ નોંધ્યો છે.
શિક્ષક દંપતી ૨૦ વર્ષથી વધુ સમયથી સરકારી પ્રાથમિક શાળા, રાજપુરામાં ફરજ બજાવતા હતા. શિક્ષણ વિભાગ દ્વારા રાજયના ભંડોળની ઉચાપત કરવા અને વિભાગ સાથે છેતરપિંડી કરીને નાણાં લેવા બદલ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી પીયૂષ કુમાર શર્માનું કહેવું છે કે, તેની તપાસ ડિરેકટોરેટ સ્તરે ચાલી રહી હતી અને તેમને આ તપાસ પૂર્ણ થવાની જાણ નથી.
મળતી માહિતી અનુસાર, વિષ્ણુ ગર્ગ ૧૯૯૬થી અને તેની પત્ની મંજુ ગર્ગ ૧૯૯૯થી આ શાળામાં તૈનાત હતા. શાળામાં વિદ્યાર્થીઓને જાતે ભણાવવાને બદલે બંનેએ તેમને ભણાવવા માટે શાળામાં ડમી શિક્ષકો રાખ્યા હતા. ૨૦૧૭માં પણ આ શિક્ષકોનું આ કૃત્ય દરોડા પાડીને ઝડપાયું હતું, પરંતુ જયારે ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવ્યું ત્યારે મામલો થાળે પડ્યો હતો. પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ શિક્ષણ વિભાગે બંને ડમી શિક્ષકો પર સકંજો કસ્યો હતો.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
