તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ઇન્ટરનેશનલ પેનિક ડે, અંતર્ગત વિકૃત ભેજાબાજ દ્વારા ઇ-મેલઃ નરસિંહમા કોમાર
વડોદરા સહિત દેશમાં ૧પ એરપોર્ટ ફૂંકી મારવાની ધમકી અંગે ચોંકાવનારૂ કારણ હોવાનું તારણ વિકૃતિ ધરાવતા ભેજાઓ દ્વારા આ દિવસે લોકોને આવા ગતકડા દ્વારા દુઃખી કરવા કેટલાક આ દિવસની ઉજવણી કરે છે, આ કિસ્સામાં પણ આ કારણ હોવાની પ્રબળ સંભાવના : અકિલા સાથે વડોદરા પોલીસ કમિશનરનો ઘટસ્ફોટ

રાજકોટ તા. ૧૯: ગુજરાતના વડોદરા સહિત યોગાનુયોગ દેશના ૧૫ જેટલા એરપોર્ટેને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપતા ઇ-મેઇલ બાદ એરપોર્ટની સલામતી વ્યવસ્થા સંભાળતી સીઆઇએસએફ સાથે ઘટનાની જાણ થતાં જ વિવિધ પોલીસ ટીમનો કાફલો વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા ઉતારી એરપોર્ટનો ખૂણે ખૂણા તપાસી અંદર રહેલ લોકોની સઘન તપાસ કરવા સાથે બહાર ઊભેલા તમામ વાહનોની પોલીસની વિવિધ ટીમો સાથે સમય મર્યાદામાં અને લોકોમાં ખોટો ભય ન ફેલાઇ તે રીતે ડીસીપી દરજ્જાના અધિકારીઓની બનેલ ટીમ હેઠળ કાર્યવાહી કરી હતી.
સીપી નરસિંહમાં કોમાર દ્વારા આ સઘન ચેકીંગ બાદ દિલ્હીનો વિવિધ એજન્સીઓ સાથે ચર્ચા કરી હતી અને તમામ લેટેસ્ટ ગેઝેટનો ઉપયોગ કરેલ. આઇબી સહિતની ટીમો પાસે પણ ક્રોસ ચેકીંગ કરાવી અને કોઈ શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ ન મળતા એરપોર્ટની સેન્ટ્રલ ઓથોરિટી સાથે પરામર્શ કરી પ્લેન ઉપાડેલ.
અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા જણાવેલ કે, આ બધી પ્રક્રિયા કરવા સાથે કોઈ શંકાસ્પદ બોંબ વિગેરે ન મળતા સંતોષના શ્વાસ સાથે લોકોના સહકાર સાથે અમારી ટીમના ટીમ વર્કથી પ્લેન પણ સમયસર ઉપાડેલ, એક વિચિત્ર અને ચોકાવનારી વાત સીપી નરસિંહમાં કોમાર દ્વારા એ કરવામાં આવી કે હવે સોશ્યલ મીડિયાનાં આવિષ્કારથી વિવિધ સારા દિવસો માફક હવે ઈન્ટરનેશનલ પેનીક ડે અર્થાત્ આંતરરાષ્ટ્રીય પીડા દિવસની કેટલાક વિચિત્ર અને વિકૃત માનસ ધરાવતા લોકો દ્વારા આવી ઉજવણી કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરી પિચાશી આનંદ લેતા લોકો દ્વારા જ દેશમાં વડોદરા સહિત ૧૫ સ્થળો પર આવા ઇ-મેઇલ કર્યા હોય તેવી સંભાવના પણ પ્રબળ છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
