તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 19th June 2024
પ્રિ. મોનસુન કામગીરી: રાજપીપળા પંચવટી અર્બન ફીડરનું કરાયું મેન્ટેનન્સ:વીજ કંપનીની ટીમો કામે લાગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળામાં વીજ કંપની દ્વારા સમયાંતરે સમારકામ માટે કે પ્રિ. મોન્સુન કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવતો હોય છે જેમાં હાલમાં આવતા ચોમાસાને ધ્યાને લઈ અમુક વિસ્તારોમાં કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે બાકી રહેલા અમુક વિસ્તારો માં વીજ કંપની દ્વારા કામગીરી ચાલુ હોય જેના ભાગરૂપે આજે પંચવટી અર્બન ફીડર સમારકામ માટે બંધ રાખવામાં આવ્યો હતો અને વીજ કંપનીની ટીમો અલગ અલગ વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી કરતી નજરે પડી હતી
રાજપીપળા પંચવટી અર્બન ફિડરનું સમારકામ કરવાનું હોવાથી સવારે 5:30 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત થઈ હતી ત્યારે આ ફીડર માં વડીયા જકાતનાકા, જીઆઇડીસી ફેસ.૧ , કાળિયા ભૂત, કોલેજ રોડ, રાજપૂત ફળિયા, લીમડા ચોક, મચ્છી માર્કેટ અને અડધું સ્ટેશન રોડ જેવા વિસ્તારમાં લાઈટો બંધ રહેતા લોકો કંટાળી ગયા હતા પરંતુ આવનારા ચોમાસાને ધ્યાને લઇ આ કામગીરી જરૂરી હોય માટે વીજ કંપની દ્વારા મેન્ટેનન્સ ની કામગીરી કરાઇ હતી.
જોકે લોકોનું એવું પણ માનવું છે કે વીજ કંપની દર ચોમાસા પહેલા આવી કામગીરી કરે તો છે પરંતુ મામૂલી વરસાદ કે પવન ફૂંકાઇ તો તરત જ લાઈટો બંધ થઈ જતી હોય તો આ કામગીરી કરવાનો મતલબ શું છે..
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
