તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 19th June 2024
નર્મદામાં સ્કૂલવાન પર ગુજરાન ચલાવતા ચાલકોની કફોળી સ્થિતિ:સરકારી નીતિ નિયમો પ્રમાણે સ્કૂલ વાન ચલાવવા તૈયાર પરંતુ એક મહિનો છૂટછાટ આપવા માંગ
વર્ષોથી પ્રાઇવેટ પાસિંગની ગાડીઓ સ્કૂલ વાનમાં ફરે છે અને હવે RTO કહે છે કે ટેક્ષી પાસિંગ કરાવો :કાગળિયા કરવામાં સ્કૂલ વાન ચાલકોની દોડધામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજકોટના અગ્નિકાંડ બાદ નર્મદા જિલ્લામાં તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાનું શરૂ કરાયું છે.ત્યારે શૈક્ષણિક સત્ર શરૂ થતા તંત્ર દ્વારા સ્કૂલ વાન પર પોલીસ અને RTO એ તવાઈ બોલાવતા સ્કૂલ વર્ધીના વાહન ચાલકોમાં ફફળાટ ફેલાયો છે. RTO અને પોલીસ દ્વારા નોટિસ પાઠવી જરૂરી ડોક્યુમેન્ટ હશે તો સ્કૂલવાન ફરતી થશે તેમ જણાવતા સ્કૂલ વાન ચલાવતા ચાલકો ડોક્યુમેન્ટ ભેગા કરવા દોડધામ કરી રહ્યા છે, જોકે સ્કૂલવાન પોતાની આજીવિકા હોય સ્કૂલવાન ના ભાડા પર પરિવાર નભતું હોય માટે હાલ એક મહિનો રાહત આપવા સ્કૂલવાન ચાલકોએ પોલીસ અને ARTO ને વિનંતી કરી છે.
સરકાર દ્વારા ગેમઝોનની આગને લઈને સ્કૂલવાનો પર તવાઈ કરતા પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઑની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ રાજપીપળા ખાતે 50 થી વધુ વાન ચાલકો પોતાની માંગ સાથે હડતાલ પર ઉતરવા મજબૂર થયા છે. બીજી તરફ રાજપીપલા ખાતે RTO અને પોલીસ તંત્રની સ્કૂલવાન અને રીક્ષા ચાલકો પર તવાઈ લાવી દેતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ઉઘડતી શાળાએ જ હડતાલને લીધે વિદ્યાર્થીઑ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.વાલીઓને પોતાના સંતાનોને પોતે મુકવા લેવા જવાની ફરજ પડી રહી છે.
મંગુભાઇ વસાવા (સ્કૂલવાન ચાલાક ) એ જણાવ્યું કે અમે 35 થી 40 વર્ષોથી સ્કૂલવાનની વર્ધી મારી રહ્યા છે અને જેના ભાડાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. હાલ તંત્ર દ્વારા સ્કૂલવાન પર કડકાઈ કરવામાં આવી રહી છે. અમે પોલીસ ના નિયમો અને RTOના નિયમો પાળવા તૈયાર છે. 10 બાળકો થી વધારે નહિ લઇ જઈએ, ગેસકીટ RTO પાસિંગ અને ટેક્ષી પાસિંગ પણ લઇશું જેના માટે અરજી કરી દીધી છે. પણ જો તંત્ર એક મહિનો ચેકીંગ છોડી અમને ધંધો કરવા દે તો વેકેશનના મહિના પછી અમે સ્કૂલો ચાલુ થાય તો ભાડું આવે જેની રાહ જોતા હતા અને આ નવી મુશ્કેલી કાગળિયા કરવામાં હજારો રૂપિયાનો ખર્ચ થઇ ગયો જેમાં એમને આર્થિક ફટકો પડ્યો છે, એક મહિનો છૂટછાટ આપે એવી તંત્રને વિનંતી કરીએ છે.
નિમિશા પંચાલ (ARTO નર્મદા ) નાઓએ જણાવ્યું કે સરકારની ગાઇડલાઇન મુજબ સ્કૂલવાન ચાલકોની એક બેઠક બોલાવી મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે સ્કુલ વર્ધીના વાહનને જરૂરી મંજૂરી અને ડોક્યુમેન્ટ મેળવી લેવાની વાત કરી હતી જેમાં ખાસ કરીને વાનમાં 12 મુસાફરો સુધી બેસાડી શકે વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવો જોઈએ. ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાંઇવીંગ લાયસન્સ હોવુ જોઇએ.ટેક્ષી પાસિંગ, વાન પર સ્કુલવર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવું, વાહનમાં પ્રાથમિક સારવારની પેટી, અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ. આવા અનેક નિયમો છે જેની માહિતી સ્કૂલ વાન ચાલકો ને અમે આપી છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
