<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે નર્મદા જિલ્લો યોગમય બની રહ્યો છે

જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં યોગ દિવસને કેન્દ્રમાં રાખીને બાળકો-શિક્ષકો દ્વારા થઈ રહેલો યોગાભ્યાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સમગ્ર વિશ્વ આ વર્ષે ૨૧મી જૂનના રોજ ૧૦મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવી ભારત દેશે સમગ્ર વિશ્વને આપી છે. ત્યારે નર્મદા જિલ્લો જાણે યોગમય બની રહ્યો છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને બાળકો દ્વારા યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીને સફળતા અપાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની ભાગીદારી નોંધાવી આ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી રહ્યા છે

(9:54 PM IST)