<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાને સન્માનિત કરાયા

આદિવાસી સમાજ સવૉગી વિકાસ એકમાત્ર લક્ષ્ય : સાંસદ મનસુખભાઇ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ-ડેડીયાપાડાના પુવઁ ધારાસભ્ય મહેશભાઈ વસાવા લોકસભાની ચુંટણી પહેલા જ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આદિવાસી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર મહેશભાઈ વસાવા અને તેમના સમથઁકોએ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે ભરૂચ લોકસભાના સતત સાતમી વખત સાંસદ તરીકે ચુંટાઇ આવેલા મનસુખભાઇ વસાવાના સન્માન સમારંભ કાયૅક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં પુવઁધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી સમાજના યુવાનોને જીઆઇડીસીમાં નોકરી મળે,પીવા-સિંચાઈ માટેનું પુરતું પાણી મળે અને ગામે-ગામનો વિકાસ થાય તે માટે સૌ ભેગા મળીને એકસાથે કામ કરીએ તેવું આહ્વવાન કયુઁ હતું.
ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ-નમઁદા જીલ્લાના તમામ મતદારો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,નેગેટીવ વિચારસરણી સમાજમાં ફેલાવનાર લોકોને જાકારો આપવો પડશે,અને આદિવાસી સમાજનો સવૉગી વિકાસ થાય તે મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. આ કાર્યક્રમ માં સેવંતુભાઈ વસાવા,રવજીભાઇ વસાવા, ફતેસિંહભાઇ વસાવા,મગનભાઇ પટેલ,પરેશભાઈ વસાવા સહિત પદાધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા.


 

(9:57 PM IST)