News of Wednesday, 19th June 2024
રાજપીપળામાં કોમી એકતા જોવા મળી : જરૂરિયાતમંદ મહિલાને બ્લડ આપી જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો એક આદિવાસી મહિલાને ઇમરજન્સી માં બ્લડની જરૂર પડતા રાજપીપળા મોહસીને આઝમ મિશન બ્રાન્ચના સભ્ય આશિક મન્સૂરીને તેની જાણ થતાં તેઓ દ્વારા આદિવાસી મહિલાને બ્લડ ડોનેટ કરી જીવ બચાવાયો હતો. આમ આ મામલે કોમી એકતા જોવા મળી હતી. બ્લડ આપતા આદિવાસી મહિલાના પરિવારજનો એ મોહસીને આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ અને સભ્ય આશિક મન્સૂરીનો આભાર માન્યો હતો.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
