<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

વડોદરાના સમા વિસ્તારમાં એક કોમનાં બે જૂથ વચ્ચે મારામારી : તલવાર અને દંડા લઈને હુમલાનો પ્રયાસ

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો:પોલીસે 11 લોકોની અટકાયત કરી:4 શખ્શોની શોધખોળ ચાલુ

વડોદરાના સમા વિસ્તારમાં મારામારી થતા પોલીસ દોડતી થઇ હતી, બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરી હતી 

 જાણવા મળ્યા મુજબ સમા વિસ્તારમાં એક કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઇ છે. જૂની અદાવત અને બાઈક ચાલકોને ઠપકો આપતાં બબાલ થઇ હતી. 

  આ દરમિયાન તલવાર અને દંડા લઈને કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે, 

   બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મહિલાએ પોલીસને જાણ કરી છે. સમા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ મામલે 11 લોકોની અટકાયત કરી છે, 4ની શોધખોળ ચાલુ છે.

(11:03 AM IST)