<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નવી સંગઠન રચના સુધી પાટીલ જ પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાની શકયતા

સંગઠન અને સરકારમાં મોટા ફેરફારોની અટકળો તેજ

રાજકોટ તા. ર૦: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને કેન્‍દ્રીય મંત્રી બનાવાતા તેમના સ્‍થાને નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યાનું નિヘતિ બન્‍યું છે. એકદમ ઝડપથી નવા પ્રમુખની જાહેરાત થવાની શકયતા પ્રદેશ ભાજપના વર્તુળો નકારે છે.

ભાજપમાં સ્‍થાનિકથી માંડી રાષ્‍ટ્રીય કક્ષા સુધી નવેસરથી સંગઠન રચના કરવાની થાય છે. ટુંક સમયમાં સંગઠન સંરચનાનો કાર્યક્રમ જાહેર થશે પાર્ટીની પધ્‍ધતિ મુજબ વોર્ડ, તાલુકા જિલ્લા, પ્રદેશ અને પછી રાષ્‍ટ્રીય કક્ષાનું સંગઠન માળખુ બને છે. જો સંગઠન સંરચના પૂર્વે પ્રદેશ પ્રમુખ જાહેર કરવાના હશે તો પહેલા રાષ્‍ટ્રીય પ્રમુખ જાહેર થશે.

શ્રી પાટીલએ કેન્‍દ્રીય મંત્રી બન્‍યા પછી ગુજરાત આવી ગાંધીનગરમાં સંગઠનની વિવિધ બેઠકો યોજેલ તે જોતા તેઓ હાલ પ્રમુખ અને કેન્‍દ્રીય મંત્રી બન્‍ને જવાબદારી સંભાળે તેવું અનુમાન થઇ રહ્યું છે. સંગઠન સંરચના સુધી (બે-ત્રણ મહિના) પાટીલ જ પ્રમુખ તરીકે કાર્યરત રહે તેવી સંભાવના વ્‍યકત થઇ રહી છે. દિવાળી ટાણે બે જિલ્લા પંચાયતો તથા ૭પ નગરપાલિકાઓ અને વાવ ધારાસભાની બેઠકની ચુંટણી આવી રહી છે.

સંગઠન અને સરકાર (મંત્રી મંડળ) માં ફેરફારોનો સંકેત છે. કયુ પહેલા થાય તે સ્‍પષ્‍ટ દેખાતું નથી. મંત્રી મંડળના વિસ્‍તરણની પ્રબળ શકયતા છે. નવા પ્રદેશ પ્રમુખ બક્ષીપંચ અથવા આદિવાસી સમાજના હશે તેવા હાલના સંકેત છે. વર્ષ ર૦ર૬ના પ્રારંભે સમગ્ર રાજયમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી આવી રહી છે.

(4:37 PM IST)