તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 20th June 2024
બાયડ સ્થિત જીતપુર ખાતેના સામુહિક કેન્દ્રના હેડ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો
જાહેર રજાના બિલ બનાવવાના બદલામાં સામુહિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્ક યશવંત એમ.પટેલે રૂ.7,000 લાંચ પેટે માંગ્યા હતા.

અરવલ્લીના બાયડ સ્થિત જીતપુર ખાતેના સામુહિક કેન્દ્રમાં ફરજ બજાવતા એક હેડ ક્લાર્કની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી હતી.આ બનાવની વિગત મુજબ આ કેસનો ફરિયાદી લેબ ટેકેનિશીયન તરીકે કામ કરતો હતો. તેણે રાજીનામુ આપ્યા બાદ પોતાની જાહેર રજાના બિલ બનાવવાના બદલામાં સામુહિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્કયશવંત એમ.પટેલે તેની પાસે રૂ.7,000 લાંચ પેટે માંગ્યા હતા.
જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીઓએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ જાળ બિછાવીને ફરિયાદી પાસેથી 7 હજારની લાંચ લેતા ધરપકડ કરી હતી.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
