<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રાજપીપળા વૈષ્ણવ સમાજે મહારાજ ફિલ્મ સામે વિરોધ નોંધાવી નર્મદા કલેકટરને આવેદન આપ્યું

ફિલ્મમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય દર્શાવ્યો હોવાનો વૈષ્ણવ સંપ્રદાયનો આરોપ:ફિલ્મને હિટ બનાવવા આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે. જેથી પુસ્તક લખનાર અને ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લના મુખ્ય મથક રાજપીપલા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોએ રોષ વ્યક્ત કરી મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરતું આવેદન નર્મદા કલેકટરને આપી આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે.

    આ ફિલ્મને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજપીપળા વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, અને ફિલ્મ મહારાજા પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.જેને લઇને રાજપીલામાં માં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે.

   ફિલ્મમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય દર્શાવ્યો હોવાનો વૈષ્ણવ સંપ્રદાયોએ આરોપ લગાવ્યો છે,તેમજ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી ખોટા દ્રશ્યો બતાવ્યા હોવાનો અને ગુરૂ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે. આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો હતો.

     વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યુ હતું કે, વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચડવાનું કામ કરવામાં આવે છે. આટલું જ નહીં ફિલ્મને હિટ બનાવવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે. જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચડવાની પ્રવૃતિ બંધ થાય

(10:02 PM IST)