તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
નર્મદા જિલ્લામાં શાળાના બાળકોને લઇ જતા વાહનોનું આરટીઓ દ્વારા ચેકિંગ : એક લાખ જેવો દંડ ફટકાર્યો
રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, વય જૂથ અંગે ભંગ કરતા ૧૦ વાહન ચાલકોને દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે શાળાના બાળકોને લાવવા-લઈ જવાની સુવિધા આપતા વાહનચાલકો અને શાળા સંચાલકો સાથે થયેલા પરામર્સ તેમજ રોડ સેફ્ટીના નિયમોને વાહન ચાલકો અનુસરે તે માટે જિલ્લા ટ્રાફિક અને એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
રાજપીપળા તેમજ કેવડિયા ખાતે આવેલી શાળાઓમાં સ્કૂલવાન, બસ અને રીક્ષાનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને શાળાએ લાવતા- લઈ જવાતા કુલ- ૧૦ જેટલા વાહન ચાલકો રોડ સેફ્ટીના નિયમોનું અને પ્રવર્તમાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ધ્યાને આવ્યા હતા. આવા વાહન ચાલકોને ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અંદાજિત રૂપિયા ૧,૦૦,૦૦૦ (એક લાખ) જેટલો દંડ કરવામાં આવ્યો હતો.
વાહન ચેકિંગની કામગીરી બાદ જિલ્લામાં આવેલી સ્કૂલોમાં જઈને શાળાના આચાર્યોને પણ આ બાબતે સ્કૂલ વાન ડ્રાઇવરો સાથે જરૂરી સંકલન કરી સલામત પરિવહન થાય તે બાબતની સમજ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા રોડ સેફ્ટીની બેઠકમાં પણ નવી પોલીસી મુજબ શાળાના બાળકોનું વહન કરતા વાહનોને કોમર્સિયલ વ્હીકલમાં ફેરવવા, જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહનોનું ટ્રાફિક નિયમન અને સેફ્ટી અંગે સલામતી સુરક્ષા જેવી બાબતો પર કલેક્ટર દ્વારા ખાસ ભાર મૂકાયો હતો
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
