<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ગોરા ગામના નર્મદા કિનારે કપડા ધોવા ગયેલી યુવતીને મગર ખેંચી જતા મોત નિપજ્યું

મગર યુવતીને ખેંચી ગયા બાદ મોઢામાં તેનો હાથ પકડી રાખી ત્યારબાદ બીજા દિવસે તેનો મૃતદેહએ જ જગ્યા પર પરત છોડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની નર્મદા કિનારે કપડા ધોવા ગયેલી યુવતીને મગર ખેંચી જતા તેનું મોત થયું છે
   મળતી માહિતી અનુસાર મરનાર સેજલબેન સુમનભાઈ કરશનભાઈ તડવી (ઉ.વ.૨૦) (રહે.ગોરા નીચલું ફળિયું તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સાંજના ક.૦૬/૩૦ ના સમય દરમ્યાન નર્મદા કિનારે કપડા ધોવા ગયેલ તે વખતે મગર પાણીના પ્રવાહમા ખેચી જતા તા.૧૯/૦૬/૨૦૨૪ ના બપોરે ૦૨/૩૦ વાગ્યે પાણીના પ્રવાહમા.મૃત હાલતમાં મળી આવતા સલામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી છે.
 જોકે મૃત યુવતી ના.મૃતદેહ ને ગરુડેશ્વર સિવલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયો હતો ત્યારે ત્યાંના ડોકટર મિશ્રા ના જણાવ્યા મુજબ યુવતીના ફક્ત હાથ ઉપર જ ઇજા થઈ છે પરંતુ આખી રાત અને બીજા દિવસ સુધી મગરે આ યુવતીનો હાથ પકડી પાણી માં ફેરવી હશે જેથી તેનું ડૂબી જતાં મોત થયું છે. મે મારી જિંદગી માં પહેલો આવો કેસ જોયો કે જેમાં મગર કોઈ માનવી ને ખોરાક ના બનાવી ખાલી પાણી માં ફેરવી ડુબાડી દીધી, કદાચ નાનો મગર હશે અથવા ભૂખ્યો નહિ હોય તેવું બની શકે.

(10:10 PM IST)