તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
નર્મદાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હોય બાળકો ઝાડ નીચે ભણવા મજબૂર , શુ આ રીતે ભણસે ગુજરાત.?
શાળાના બાળકો લીમડાના ઝાડ નીચે બેસી શિક્ષા મેળવવા બન્યા મજબૂર:વારંવાર રજૂઆત કરવા છતાં જિલ્લાના અધિકારીઓને આ શાળા બનવવામાં જાણે કોઈ રસ જ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી બાળકો લીમડાના ઝાડ નીચે અને ગ્રામજનોના ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. આ પ્રાથમિક શાળા વર્ષો જૂની જર્જરિત હાલતમાં હોવા છતાં આ પ્રાથમિક શાળા બનવવામાં આવતી નથી અને તેના કારણે બાળકોના વાલીઓ પોતાના બાળકોને લઈ કાઠિયાવાડ તરફ જવા મજબુર બન્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત..?
અત્રે ઉલ્લેખનીએ છે કે દરેક બાળકને શિક્ષા મળી રહે અને દરેક બાળક આવનારા સમયમાં દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તે માટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને આ યોજનાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ સરકાર તરફથી ફાળવવામાં આવતી હોઈ છે પરંતુ ઘણી વાર કેટલાક અધિકારીઓની નિષ્કાળજી ના કારણે આ ગ્રાન્ટનો લાભ છેવાડા ના વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી આમજ નર્મદા ના તિલકવાડા તાલુકામાં આ બાબત સામે આવી છે, જેમાં તિલકવાડા તાલુકાના ખરોડ ગામે પ્રાથમિક શાળા તો આવેલી છે પરંતુ આ શાળા વર્ષો જૂની હોવાથી એટલી બધી જર્જરિત છે કે ત્યાં બેસીને ભણવાનું એ જોખમકારક બની શકે છે. જેના કારણે બાળકો લીમડા ના ઝાડ નીચે અને ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે, તો કેટલાક ગ્રામજનો તો પોતાના બાળકોને શિક્ષા મળી રહે તે માટે મજૂરી કરવા કાઠિયાવાડ જાય ત્યાં લઈ જાય છે. તો બીજી તરફ શાળા ની આજુબાજુ ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે બાળકો માં બીમારી ફેંકવાનો ડર છે . પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ શાળા બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ઉપલા અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને આ શાળા બનાવવામાં આવતી નથી જેના કારણે છેલ્લા ઘણા સમય થી બાળકો ગ્રામજનોના મકાન માં બેસી ને શિક્ષા મેળવી રહ્યા છે. એક તરફ સરકાર એકપણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે તેવા સૂત્રો ફરતા કરે છે ત્યારે બીજી તરફ જિલ્લાના અધિકારીઓ બાળકો ના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે તો શું આ રીતે ભણસે ગુજરાત....?
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
