તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st June 2024
મોડી રાત્રે વડોદરામાં છરીના ધા ઝીંકી સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની હત્યા
સંગમ ચાર નજીક રૂપમ ટોકિઝ પાસે છરીના ઘા ઝીંકી બેરહેમીપૂર્વક હત્યા: હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા

વડોદરા શહેરમાં એક તરફ પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે. ત્યારે મોડી રાત્રે વડોદરામાં છરીના ધા ઝીંકી યુવકની હત્યા કરી દેવામાં આવી છે. બનાવને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની હત્યા તેના જ કોઇ નિકટના લોકોએ કરી હોવાની ચર્ચા છે. બનાવને પગલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની શોધખોળ પણ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના તુલસીવાડી સ્થિત રહેતા સાજીદ ચંદુ ઉર્ફે તાજીયા નામથી ખૂબ જાણીતા યુવકની આજે રાત્રીના 10 વાગ્યાની આસપાસ સંગમ ચાર નજીક રૂપમ ટોકિઝ પાસે છરીના ઘા ઝીંકી બેરહેમીપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. છરીના ઉપરા છાપરી ઘા ઝીંકતા રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હત્યારાઓએ ખુબ જ બેરહેમીપૂર્વક સાજીદના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા.
લોહીમાં લથબથ સાજીદને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાજીદના મોતના સમાચાર વાયુવેગની સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંંચી ગયા હતા.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
