તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
બુલેટ ટ્રેનઃ વડોદરા પાસે ‘મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજનું નિર્માણ

વડોદરાઃ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે રવિવારે ૧૩૦ મીટર લંબાઇનો ત્રીજો ‘મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજ મુકાયો છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે વડોદરા નજીક રાયકા ખાતે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇ-વે પર માત્ર ૨૪ કલાકમાં આ બ્રિજ મુકાયો છે. ૧૮ મીટર ઉંચાઇ અને ૧૪.૯ મીટર પહોળાઇનો ૩૦૦૦ એમટી આ બ્રિજને મહારાષ્ટ્રના વર્ધાના વર્કશોપમાં તૈયાર કરાયો છે. આ બ્રિજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો સૌથી લાંબો બ્રિજ છે. બ્રિજ ફેબ્રિકેશનમાં લગભગ ૧,૨૪,૨૪૬ નંગ ટોર-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેસ્થ બોલ્ટ્સનો સી-૫ સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક સ્ફેરિકલ બેરિંગ્સ સાથે ઉપયોગ થયો છે. જે ૧૦૦ વર્ષ સુધી અડીખમ રહી શકે છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
