<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 130 તાલુકાઓમાં વરસાદ : મેંદરડામાં સાડા ત્રણ ઇંચ અને ખંભાળીયા તાલુકામાં ૩ ઈંચ ખાબક્યો

છોટા ઉદેપૂરના સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબીર તાલુકામાં અઢી ઈંચ વરસાદ : ૨૬ તાલુકાઓમાં ૧ થી અઢી ઈંચ વરસાદ

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે..તો કાલાવાડમાં  પણ વરસાદી માહોલ જામેલો છે.

  દેવભૂમી દ્વારકાના ખંભાળીયા તાલુકામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે.. છોટા ઉદેપૂરના સંખેડા તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

    ડાંગના સુબીર તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.. રાજ્યના ૨૬ તાલુકાઓમાં ૧ થી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની આુતરતાથી રાહ જોઇ રહેલા બનાસકાંઠામાં  પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે

પંચમહાલના હાલોલમાં પણ તેજ ગતિએ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો

આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં બારડોલી, મહુવા, વાપી, લાઠી, કોટડા સંઘાણી, કવાંટ, જેતપુર પાવી, ચુડા, પઘારી, માણિયા હાટીના, નેત્રંગ, સુરતના માંગરોલ, બોડેલી, વાલિયા, ટંકારા, સાંવરકુંડલા, લોધિકા અને પાલિતાણામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે (24 જૂન) 6થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

(11:31 AM IST)